Category: Gujarati
પંખી
સળેકડા તો હજી તેમના તેમ છે પણ,એમાં ખાલીપાનો થયી ગયો છે નિવાસ.ઘરનાં સભ્યો હજી તેમના તેમ છે પણ,જાણે કુટુંબ માં કૈંક તો ખૂટે છે ખાસ. આમ તો ભેંકાર સાવ, વાદળની ગેરહાજરીમાંપણ આભ માળા પર પડ્યું છે તૂટી આજ.હસતાં કિલ્લોલ કરતાં પંખીડાં ખોવાયા છે,ભારે આંખે છે સૂતા છે બધાં આજ. મિષ્ટાન્ન મળે જો કદી, ચાંચમાંથી ઝૂંટવવા…
ઝાકળ
કાતિલ રાત ખબર નહીં કેમ, પણ માળું હારું , ઘણી વાર લાગે કે પ્રેમ કિસ્મતમાં જ નથી. જો તમને એવું હોય કે આ બધું કિસ્મત જેવું ના હોય કઈં, તો સાંભળી લો. જે લોકોને બધું સામે ચાલી મળી ગયું છે ને એ લોકોને લાગે કે આ બધું કિસ્મત જેવું કાંઈ ના હોય, કિસ્મત તો જાતે બનાવાની હોય. જ્યારે…
બિન અરીસે
કાલે ફરી એક અંધારી રાત જોઈ ‘તી, બિન અરીસે પોતાની જાત જોઈ ‘તી. હતી કોઈ દી જે મસ્ત કાબર કલકલતી, કરતા મેં એને કોયલની વાત જોઈ ‘તી. કદાચ સૂકાઇ ગયો છે ચહેરો હવે ખૂબ, વર્ષે વરસતી, શર્માળ ભીની આંખ જોઈ ‘તી. ચુકવું છું જે લેણ સમયનાં ચલણમાં, જિંદગીભર મુદ્દલ ઘટે એની વાટ જોઈ ‘તી. બિન…
ગુજરાતી ભૂલાતી જાય છે
થોડી વધારે રોકી રાખો, ગુજરાતી ભૂલાતી જાય છે.ગજવામાં બદામ રાખો, ગુજરાતી ભૂલાતી જાય છે. ચમકની લ્હાયમાં અંજાવવું સમજી શકાય છે પણ,પોતીકું સોનું જરાક ઝાંખો, ગુજરાતી ભૂલાતી જાય છે. વિશાળ આ સાગરનું પાણી તો સરકી જાશે,હથેળીની રેતી રાખો, ગુજરાતી ભૂલાતી જાય છે. હા મોત તો નિશ્ર્ચિત છે, બધાનું ય જીવન માં,ગળું નવ રુંધી નાખો, ગુજરાતી ભૂલાતી…
જિંદગી : શોપિંગ મોલ
એવી તો ઝાકઝમાળ હતી, વેદનાથી આંખો વહેવા લાગે,અને પ્રવેશતાં જ ભૂલી જવાય, કે શું લેવા આવ્યા છીએ. અને જ્યારે મદહોશ મસ્તીનો નશો ઉતરે,ત્યારે ભાન થાય ,કે આપણે કોઈ ઉદ્દેશ સાથે આવ્યા હોઈશું, કયા? રામ જાણે! થાય જાણ કે, વીતતી પ્રત્યેક પળ સાથે મૂડી ખર્ચાતી જાય છે,ધારી લઈએ, બધા લોકોની જેમ જ, ખરીદી માટે આવ્યા છીએ.…
નદી કે પછી હું ?
હજુય વેદના અનુભવાય છે, મેં પોતે જ તો ઠોકર મારી’ તી.એ પળો જે રમવાની,ભમવાની અને શેરીઓ ખૂંદવાની હતી. જાણે, તાજું અવતરેલું ઝરણું, પર્વતમાળાની ગોદમાં જન્મ્યું’ તું.નાજુક અને ખળખળતું, કુદરતી સૌન્દર્ય જેના ભાગ્યમાં હતું. વિચારોનું વહેણ એટલું તે જોરમાં હતું, પ્રશ્નો હજારો જમા થયા’તા,જવાબોની ઝંખનાની સાથે સાથે પળેપળે સવાલો વધતા જતા’તા. મોટા થયા વિના સાચી દુનિયા…
ડર
નાનપણમાં અંધારા પ્રત્યે ખૂબ જ ડર હતો મારા મનમાં,લોકોની સંગત ગમતી હતી, અને એકલતાથી બીક લાગતી હતી.કદાચ એટલા માટે, કેમ કે અંધારું હંમેશા એકલું જ રહેતું હતું.પણ વડીલોએ કહ્યું કે સમય સાથે જતી રહેશે બીક અંધારાની . જેમ જેમ સમયના આ રસ્તા પર આગળ વધતો ગયો એમ,મારા રસ્તામાં બીજા નવા ડર આવતા જ ગયા.પણ હા,સાચું…
અરીસો કે પછી?
જન્મ વખતે હતો હું સ્વચ્છ, અને અણીશુદ્ધ પારદર્શક,અને રહેવા પણ ઇચ્છતો હતો એવો જ મૃત્યુ પર્યાંત. પણ સતત હુમલાઓ થયા રહ્યા પીઠ પાછળ,અને આજેજે પણ જુએ છે નીરખે છે પોતાને જ મારામાં સાક્ષાત . હા, બદલાઈ જઉં છું, બની જઉં છું પ્રતિબિંબ હું,પોતાની જાતમાંથી, પણ આ નથી થયું રાતોરાત. જોયું ઘણુંય છે અને હજુ પણ…
થોડાક સવાલ સમયને
શું તને કદી થાક લાગતો નથી? કે યુગોથી બસ દોડ્યા જ કરે છે.ચાલ હવે એમાંથી થોડોક વિરામ લે, મારા થોડા પ્રશ્નોના જવાબ દે.પહેલો સવાલ એ કે, તું ખરેખર છે શું?શું તું ખરેખર કોઈ એક પરિમાણ છે?કે પછી ફક્ત, વિશ્વમાં થતા બદલાવનું પરિણામ છે?બીજો એ કે, એવું કેમ છે કે મોટા ભાગની ચીજો તારી સાપેક્ષે હોય…
પાગલ
નીકળ્યો છું સમજવા આ દુનિયાને દોસ્તો,અને પોતાને જ હજુ સમજી શક્યો નથી. આપે નૃપ ભલે રત્નો હજાર બાળ ને,પણ એના મૂલ્યની બાળક ને ખબર નથી. જન્મથી નકાબ પહેરીને બેઠો છું દોસ્તો,અને ફરિયાદ છે મારી કે મને કોઈ સમજી શક્યું નથી. સમયપત્રક બનાવવામાં વેડફું છું સમય,પણ પળ પછી શું થશે એ ખબર નથી. બનવા નીકળ્યો છું…