Tag: gujarati

  • ઉતાવળ હો જ્યારે, બારણાં વખાય નહિ

    લખવા બેસો જ્યારે, ત્યારે જ લખાય નહિ

  • એ રમતની મજા કંઈ ઑર

    જેમાં હાર સાબિત છે

  • સમજાવી નહિ શકું

    કહી દો, સમયની માંગ છે

  • કબૂલ કર્યો ડૂબવાનો અંજામ, સહારો મળી ગયો

    નાખુદા ગણો કે કશ્તી, જોઈ કિનારો વળી ગયો

  • વસૂલ

    “લાઈટ ચાલુ રાખીને ક્યાં જતો રહ્યો? નથી દોડાતું હવે. સાઈઠ થશે હવે થોડા વરસ માં” “હા હવે, તો કોણ કહે છે દોડવાનું… કરી દઉં છું… બસ બે મિનિટ માટે ચાર્જર લેવા ગયો હતો. પણ દરેક સેકન્ડ વસૂલ કરવાની હોય ને આપણે. અને એટલું બધું બિલ ના આવે કઈ લાઈટનું.” “હા … હવે ઘરમાં બધા કમાનારા…

  • અપેક્ષા

    રંગ રંગમાં ભળીને રંગ જ રહે ને ભલા, ભલે ને પછી ધમપછાડા તું કેટલાય કર. તું ધોળી એક વાદળી, હું વાદળ જો શ્યામ, ભળી જઈએ જાણે કોઈ દૂધ ને સાકર. જો તું ખીલી કબાટની, ને હું કપડું ટિંગાયેલું, છૂટું પડવામાય તો છે હવે વેતરાવાનો ડર. તું પેલું કોહવાતું લાકડું, ને હું લહરાતો સઢ, રહેશે જો…

  • શોધ

    વાદલડી જતી રહી છે ને હવે વરસાદ શોધું છું, સંબંધોનો શ્વાસ ઘૂંટીને હવે એમાં સાદ શોધું છું. ઘરે દર રાત જોવાતી હતી એ વાટ શોધું છું, જાણીને કરેલી ભૂલ માટે થતી ફરિયાદ શોધું છું. શૂન્ય થઇ ગયો છું, અગણિત થવા ઘાત શોધું છું, આ દુઃસ્વપ્નથી નીકળી શકું તેવી રાત શોધું છું. જે હ્રદયમાં હોય મારો…

  • પતંગપ્રેમી પંખી

    કાલનો એ દી હતો ને આજે થઈ રાતડીએની સૂરત મારે આંખોમાંથી જાતી નથી. ગ્યો તો હું ગામમાં કંઈ લેવા આ પેટ હારુંકોઈ મિષ્ટાન્ન બી ભૂખ હવે ઠારતી નથી. રૂમઝુમતી કાયા ને પાંખોયે નખરાળી,એથી નિરાળી ઉડવાની કોઈ ભાત નથી. એનો પ્રેમી તો આભ, મારી શું તોલ કરું,દઉં જીવ તોય કિસ્મતનો જ સંગાથ નથી. કાલનો એ દી…

  • આશ્રયની નથી જરૂર

    આશ્રયની નથી જરૂર, બસ તારો સાથ માંગું છું,વકી છે રાત હશે અંધારી, બસ થોડો ચાંદ માંગું છું. ડગલે પગલે અનુભવું અટ્ટહાસ્ય સમસ્યાઓ પર,જાણે ખાબોચિયું તરવા હું તુજથી નાવ માંગું છું. વલખતો હતો જે એકાંત માટે હું જિંદગીભર,આપ્યો તેં એટલો, હવે થોડો ઘોંઘાટ માંગું છું. મૂર્ખતા હતી મારી, ભવિષ્યની સમજણ લઈ બેઠો,ઈશ્વર હવે તુજ પર બસ…

  • એપ્રિલ ફૂલ

    ભૂલું પડ્યું છે ચકોરપૂછે છે ગામમાં, ચાંદો કોઈએ દીઠો કે?કોણ સમજાવે એને ચાલાકી ડુંગરાની,વાદળમાં છુપાડી સામે ટેકરી ભેગો કીધો છે. ગીધ એ પણ કરી જો સરજિકલ સ્ટ્રાઈક,ઘરમાં નીકળી તો ફક્ત સાપની કાંચળી,મરજીવા માટે છીપલુંય નીકળ્યું છે જાદૂગર,એને ખોલતા ન જડયું એકેય મોતી. સૂરજ પણ ગ્રહણ ના નામે રમે સંતાકૂકડી,કાળા ડીબાંગ વાદળો પણ કરી જાય થપ્પો,કાચિંડો…