Tag: poem

  • ડર

    નાનપણમાં અંધારા પ્રત્યે ખૂબ જ ડર હતો મારા મનમાં,લોકોની સંગત ગમતી હતી, અને એકલતાથી બીક લાગતી હતી.કદાચ એટલા માટે, કેમ કે અંધારું હંમેશા એકલું જ રહેતું હતું.પણ વડીલોએ કહ્યું કે સમય સાથે જતી રહેશે બીક અંધારાની . જેમ જેમ સમયના આ રસ્તા પર આગળ વધતો ગયો એમ,મારા રસ્તામાં બીજા નવા ડર આવતા જ ગયા.પણ હા,સાચું…

  • અરીસો કે પછી?

    જન્મ વખતે હતો હું સ્વચ્છ, અને અણીશુદ્ધ પારદર્શક,અને રહેવા પણ ઇચ્છતો હતો એવો જ મૃત્યુ પર્યાંત. પણ સતત હુમલાઓ થયા રહ્યા પીઠ પાછળ,અને આજેજે પણ જુએ છે નીરખે છે પોતાને જ મારામાં સાક્ષાત . હા, બદલાઈ જઉં છું, બની જઉં છું પ્રતિબિંબ હું,પોતાની જાતમાંથી, પણ આ નથી થયું રાતોરાત. જોયું ઘણુંય છે અને હજુ પણ…

  • થોડાક સવાલ સમયને

    શું તને કદી થાક લાગતો નથી? કે યુગોથી બસ દોડ્યા જ કરે છે.ચાલ હવે એમાંથી થોડોક વિરામ લે, મારા થોડા પ્રશ્નોના જવાબ દે.પહેલો સવાલ એ કે, તું ખરેખર છે શું?શું તું ખરેખર કોઈ એક પરિમાણ છે?કે પછી ફક્ત, વિશ્વમાં થતા બદલાવનું પરિણામ છે?બીજો એ કે, એવું કેમ છે કે મોટા ભાગની ચીજો તારી સાપેક્ષે હોય…

  • પાગલ

    નીકળ્યો છું સમજવા આ દુનિયાને દોસ્તો,અને પોતાને જ હજુ સમજી શક્યો નથી. આપે નૃપ ભલે રત્નો હજાર બાળ ને,પણ એના મૂલ્યની બાળક ને ખબર નથી. જન્મથી નકાબ પહેરીને બેઠો છું દોસ્તો,અને ફરિયાદ છે મારી કે મને કોઈ સમજી શક્યું નથી. સમયપત્રક બનાવવામાં વેડફું છું સમય,પણ પળ પછી શું થશે એ ખબર નથી. બનવા નીકળ્યો છું…