નીકળ્યો છું સમજવા આ દુનિયાને દોસ્તો,
અને પોતાને જ હજુ સમજી શક્યો નથી.
આપે નૃપ ભલે રત્નો હજાર બાળ ને,
પણ એના મૂલ્યની બાળક ને ખબર નથી.
જન્મથી નકાબ પહેરીને બેઠો છું દોસ્તો,
અને ફરિયાદ છે મારી કે મને કોઈ સમજી શક્યું નથી.
સમયપત્રક બનાવવામાં વેડફું છું સમય,
પણ પળ પછી શું થશે એ ખબર નથી.
બનવા નીકળ્યો છું વિશ્વવિજેતા દોસ્તો,
અને સાચી જીતનો અર્થ હજુ સમજી શક્યો નથી.
દુઃખ એનું નથી કે પાગલ છે તું હસિત,
દુઃખ એ છે કે અહી તું લઘુમતીમાં નથી.
Leave a Reply