અરીસો કે પછી?

જન્મ વખતે હતો હું સ્વચ્છ, અને અણીશુદ્ધ પારદર્શક,
અને રહેવા પણ ઇચ્છતો હતો એવો જ મૃત્યુ પર્યાંત.

પણ સતત હુમલાઓ થયા રહ્યા પીઠ પાછળ,અને આજે
જે પણ જુએ છે નીરખે છે પોતાને જ મારામાં સાક્ષાત .

હા, બદલાઈ જઉં છું, બની જઉં છું પ્રતિબિંબ હું,
પોતાની જાતમાંથી, પણ આ નથી થયું રાતોરાત.

જોયું ઘણુંય છે અને હજુ પણ જોઉં છું, બોલવા માટેની
ક્ષણની રાહ જોઈ રહ્યો છું અને તેથી જ છું હયાત.

મૂંગો રહું છું કહેવા છતાંય ક્યારનો કહી રહેલો હું છું કોણ?
બસ, એક સામાન્ય અરીસો જ કે પછી હું ‘હસિત’?


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.