કાલે ફરી એક અંધારી રાત જોઈ ‘તી,
બિન અરીસે પોતાની જાત જોઈ ‘તી.
હતી કોઈ દી જે મસ્ત કાબર કલકલતી,
કરતા મેં એને કોયલની વાત જોઈ ‘તી.
કદાચ સૂકાઇ ગયો છે ચહેરો હવે ખૂબ,
વર્ષે વરસતી, શર્માળ ભીની આંખ જોઈ ‘તી.
ચુકવું છું જે લેણ સમયનાં ચલણમાં,
જિંદગીભર મુદ્દલ ઘટે એની વાટ જોઈ ‘તી.
બિન અરીસે પોતાની જાત જોઈ ‘તી,
ફરી એક વાર જીવતી લાશ જોઈ ‘તી.
Leave a Reply