વાદલડી જતી રહી છે ને હવે વરસાદ શોધું છું,
સંબંધોનો શ્વાસ ઘૂંટીને હવે એમાં સાદ શોધું છું.
ઘરે દર રાત જોવાતી હતી એ વાટ શોધું છું,
જાણીને કરેલી ભૂલ માટે થતી ફરિયાદ શોધું છું.
શૂન્ય થઇ ગયો છું, અગણિત થવા ઘાત શોધું છું,
આ દુઃસ્વપ્નથી નીકળી શકું તેવી રાત શોધું છું.
જે હ્રદયમાં હોય મારો એવો વાસ શોધું છું,
કહી શકાય ખુદનો એવો એક શ્વાસ શોધું છું.
Leave a Reply