રંગ રંગમાં ભળીને રંગ જ રહે ને ભલા,
ભલે ને પછી ધમપછાડા તું કેટલાય કર.
તું ધોળી એક વાદળી, હું વાદળ જો શ્યામ,
ભળી જઈએ જાણે કોઈ દૂધ ને સાકર.
જો તું ખીલી કબાટની, ને હું કપડું ટિંગાયેલું,
છૂટું પડવામાય તો છે હવે વેતરાવાનો ડર.
તું પેલું કોહવાતું લાકડું, ને હું લહરાતો સઢ,
રહેશે જો સાથ તો જ જીવન નૌકા થાશે સર.
Leave a Reply