કબૂલ કર્યો ડૂબવાનો અંજામ, સહારો મળી ગયો નાખુદા ગણો કે કશ્તી, જોઈ કિનારો વળી ગયો
અપેક્ષાના બોજ વગર, પડે દોડવું સહેલું તો ઘણું છેલ્લી ફાળમાં કમબખ્ત એક સહારો નડી ગયો
કોઈ સમજે વિશાળ આભ પક્ષપાત નહિ કરે જેવી થઇ છે સાંજ, સૂરજના રંગે ભળી ગયો
આમ જીવનના કડવા ઘુંટનો સ્વાદ પૂરો લેતો રહું અમી છાંટણા ન જાણે હું કેમ પ્રત્યેક ગળી ગયો
નિર્ણયો બધા છોડી દેવા હતા મારે એના ભરોસે હવે એવો વહેમ છે ખુદા મારી બાજી કળી ગયો
ગીતા ગણો કે જીવની, લખવી તી મારેય હસિત, લખવું હતું જે બધું, મરીઝ પહેલેથી લખી ગયો
Leave a Reply