એપ્રિલ ફૂલ

ભૂલું પડ્યું છે ચકોર
પૂછે છે ગામમાં, ચાંદો કોઈએ દીઠો કે?
કોણ સમજાવે એને ચાલાકી ડુંગરાની,
વાદળમાં છુપાડી સામે ટેકરી ભેગો કીધો છે.

ગીધ એ પણ કરી જો સરજિકલ સ્ટ્રાઈક,
ઘરમાં નીકળી તો ફક્ત સાપની કાંચળી,
મરજીવા માટે છીપલુંય નીકળ્યું છે જાદૂગર,
એને ખોલતા ન જડયું એકેય મોતી.

સૂરજ પણ ગ્રહણ ના નામે રમે સંતાકૂકડી,
કાળા ડીબાંગ વાદળો પણ કરી જાય થપ્પો,
કાચિંડો પણ છુપાઈ કરે જીવડાઓને ભાઉ,
તો પછી છેતરાવવાનો કેમ રાખવો અજંપો.

કૂતરું ય ભડક્યું છે કે હાડકું ખોવાયું છે એનું,
પેલી બિલ્લી એ તો નથી કર્યું ને કોઈ પ્રેંક,
સૌથી મોટી મજાક ને સરપ્રાઇઝ, સમયની કરન્સી,
કોઈને ગલ્લો તો કોઈને મળે આખી બેંક.

હવે કુદરતના ચક્રને સમજવાનો ડોળ કરી
પોતાના જીવનને પ્લાન કરે આ માનવડા,
કુદરતને ભલા મજાક કરવા માટે
રાખવા ન પડે કઈ એપ્રિલ ફૂલના દહાડા!


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.