કાલનો એ દી હતો ને આજે થઈ રાતડી
એની સૂરત મારે આંખોમાંથી જાતી નથી.
ગ્યો તો હું ગામમાં કંઈ લેવા આ પેટ હારું
કોઈ મિષ્ટાન્ન બી ભૂખ હવે ઠારતી નથી.
રૂમઝુમતી કાયા ને પાંખોયે નખરાળી,
એથી નિરાળી ઉડવાની કોઈ ભાત નથી.
એનો પ્રેમી તો આભ, મારી શું તોલ કરું,
દઉં જીવ તોય કિસ્મતનો જ સંગાથ નથી.
કાલનો એ દી હતો ને આજે થઈ રાતડી
સાલું ઉતરાયણ રોજ કેમ આવતી નથી.
Leave a Reply