પહેલી વખત ગુજરાતમાંથી કોઈ વ્યક્તિ (એન્જીનીઅર),
જોબ પ્લેસમેન્ટ માં દુનિયાની સર્વશ્રેષ્ઠ કંપની સાથે જોડાવા જઈ રહ્યો છે.
બસ, આજે ખાલી છેલ્લી પસંદગી બાકી છે.
જગ્યા એક છે , અને ઉમેદવારો બે છે,સમર્થ અને ધન્ય.
હજુય યાદ છે કે બંને જણા પહેલી વખત પ્રાથમિક શાળામાં મળ્યા હતા,
માસ બે માસમાં જ તો બન્ને ખાસ મિત્રો બની ગયા હતા.
પછી તો જ્યાં જ્યાં સમર્થ ત્યાં ત્યાં ધન્ય
અને જ્યાં જ્યાં ધન્ય ત્યાં ત્યાં સમર્થ.
ધન્ય ભણવામાં ખૂબ હોશિયાર નહોતો પરંતુ,
સમર્થ જેવા મિત્ર ને પામીને ધન્ય ધન્ય થયી ગયો હતો.
અને સમર્થ પણ પોતાના મિત્રના સારા પરિણામ માટે,
પોતાના કરતા તેના અભ્યાસને વધુ પ્રાધાન્ય આપતો હતો.
અને સમર્થની મહેનત ફળી,.. માધ્યમિક શાળાના છેલ્લા વર્ષમાં
બંને સમાન ગુણ સાથે, પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા.
પછી તો બસ, બંને જોડે જ ઉચ્ચતર માધ્યમિક શાળામાં સારા ગુણ પ્રાપ્ત કરી
વિખ્યાત એન્જીનીયરીંગ કોલેજમાં શિક્ષણ લીધું.
આજે બંને જણ ફરીથી નોકરી માટેની બધી કસોટીઓ પસાર કરી ચૂક્યા છે.
અને હવે તે બે માંથી એક જ અને ફક્ત એક જ કંપની સાથે જોડાવવાનો છે.
છેલ્લા દોઢ દાયકાથી સાથે જ રહેલા આ મિત્રો આજે વિખૂટા પડવાના છે,
પોતાના સ્વપ્નો પૂરા કરવા અને શિખરો સર કરવા માટે (પોતાની રીતે).
‘જોબ પ્લેસમેન્ટ’ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, બંને મિત્રો એકબીજાને મળે છે.
ધન્યને નોકરી મળી ગયી છે, હવે તે દુનિયાની સર્વશ્રેષ્ઠ કંપનીનો હિસ્સો છે,
ધન્યને નોકરી મળી છતાં મિત્રને દુ:ખી જોઈ તે ખુશ નથી થયી શકતો,
સમર્થને દુ:ખ છે પણ મિત્ર પસંદ થયી ગયો છે અને એટલે એ રડી પણ નથી શકતો.
મિત્રો કે જે એકબીજાની સાથે રહીને એકબીજાને પોતાની જાત કરતા વધુ ઓળખી ગયા હોય છે,
એ લોકોનો છેવટનો મુકાબલો તો એકબીજા સાથે જ હોય છે. કેમ ?
દુશ્મન સામે તો લડી શકાય પણ મિત્ર સામે ? પોતાની સામે ? કેવી રીતે ?
ગમે તેટલું કડવું લાગે પણ અભ્યાસકાળનું આ નગ્ન સત્ય છે.
Leave a Reply