ડર

નાનપણમાં અંધારા પ્રત્યે ખૂબ જ ડર હતો મારા મનમાં,
લોકોની સંગત ગમતી હતી, અને એકલતાથી બીક લાગતી હતી.
કદાચ એટલા માટે, કેમ કે અંધારું હંમેશા એકલું જ રહેતું હતું.
પણ વડીલોએ કહ્યું કે સમય સાથે જતી રહેશે બીક અંધારાની .

જેમ જેમ સમયના આ રસ્તા પર આગળ વધતો ગયો એમ,
મારા રસ્તામાં બીજા નવા ડર આવતા જ ગયા.પણ હા,
સાચું જ કહ્યું હતું એમણે, અંધારાનો તો હવે ડર નથી લાગતો,
પણ લાગે છે બીક ઉંચા શિખર પરથી ગબડવાની.

અને લાગે છે ડર, પડવાનો, પોતાની કે લોકોની નજરમાંથી.
અને સૌથી વધુ તો દુનિયામાં વસતા લોકોથી છેતરાવાની.
સાચું કહું???? હવે લોકોથી બીક લાગે છે,અને હવે આજે હું
સમજી શકું છું, કે અંધારાએ એકલતાને કેમ પસંદ કરી હશે.


Posted

in

,

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *