જિંદગી : શોપિંગ મોલ

એવી તો ઝાકઝમાળ હતી, વેદનાથી આંખો વહેવા લાગે,
અને પ્રવેશતાં જ ભૂલી જવાય, કે શું લેવા આવ્યા છીએ.

અને જ્યારે મદહોશ મસ્તીનો નશો ઉતરે,ત્યારે ભાન થાય ,
કે આપણે કોઈ ઉદ્દેશ સાથે આવ્યા હોઈશું, કયા? રામ જાણે!

થાય જાણ કે, વીતતી પ્રત્યેક પળ સાથે મૂડી ખર્ચાતી જાય છે,
ધારી લઈએ, બધા લોકોની જેમ જ, ખરીદી માટે આવ્યા છીએ.

ન જાણે કેટલોય, વીતી ગયો સમય,યાદી બનાવવામાં જ,
ખરીદી કરવા ગયો, ખુબ પૈસા વેડફ્યા છે, ખબર પડી ત્યારે.

એક જ વિચાર, ખરીદી શક્યો હોત, એટલાં તો હતા,
ફક્ત જો વેડફ્યા ના હોત યાદી બનાવવામાં મેં એને.

Sale વાળી વસ્તુઓ જ ખરીદી શકાશે હવે, એમાં પણ
Limited Stock બાકી છે,ને પડાપડી થયી રહી છે બધે.

નહી વર્ણવી શકું,સામે જ જ્યારે છેલ્લી ચીજ વેચાઈ જાય,
અને લાગે જાણે કોઈ કાગડો દહીથરું લઇ ગયો આંખ સામે.

એવા પણ છે, જે પોતાની મૂડી બીજાને સમર્પિત કરી દે છે,
જેથી એ બીજા લોકો પોતાની જોઈતી વસ્તુ ખરીદી શકે.
કેટલાક બદલાની આશ સાથે, અને કેટલાક નિસ્વાર્થ ભાવે.

મૂડી ખતમ થતાં જ વિકરાળ ચોકીદાર બહાર ફેંકી દે,
અને, બહાર ક્યારનો વાટ જોતો બાપ પૂછે,
હસિત, લઇ આવ્યો ને જેના માટે મોકલ્યો હતો?


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.