થોડી વધારે રોકી રાખો, ગુજરાતી ભૂલાતી જાય છે.
ગજવામાં બદામ રાખો, ગુજરાતી ભૂલાતી જાય છે.
ચમકની લ્હાયમાં અંજાવવું સમજી શકાય છે પણ,
પોતીકું સોનું જરાક ઝાંખો, ગુજરાતી ભૂલાતી જાય છે.
વિશાળ આ સાગરનું પાણી તો સરકી જાશે,
હથેળીની રેતી રાખો, ગુજરાતી ભૂલાતી જાય છે.
હા મોત તો નિશ્ર્ચિત છે, બધાનું ય જીવન માં,
ગળું નવ રુંધી નાખો, ગુજરાતી ભૂલાતી જાય છે.
Leave a Reply