પંખી

સળેકડા તો હજી તેમના તેમ છે પણ,
એમાં ખાલીપાનો થયી ગયો છે નિવાસ.
ઘરનાં સભ્યો હજી તેમના તેમ છે પણ,
જાણે કુટુંબ માં કૈંક તો ખૂટે છે ખાસ.

આમ તો ભેંકાર સાવ, વાદળની ગેરહાજરીમાં
પણ આભ માળા પર પડ્યું છે તૂટી આજ.
હસતાં કિલ્લોલ કરતાં પંખીડાં ‌ખોવાયા છે,
ભારે આંખે છે સૂતા છે બધાં આજ.

મિષ્ટાન્ન મળે જો‌ કદી, ચાંચમાંથી ઝૂંટવવા કોઈ નથી,
બાઝે જો ડૂમો કદી,‌ પાંખ પંપાળવા નથી‌ કોઈ પાસ.
ઊડવું તું એકલા ને, આંબવા તા અંબર પણ,
આજે‌ આઝાદી પણ‌ નથી આવતી રાસ.

જે ખોયું, મેળવ્યું છે હિસાબ લાગે છે ખોટનો,
પાછું ન વળે તો ન વળે તે શીદ કાજ.
નીકળ્યું તું જે પંખી‌ અમીરીની શોધમાં,
એના જેવું કોઈ ગરીબ ન દીસે એને આજ.

થાકી હારીને પંખી પાછું વળે જો,
જુએ માળો થઈ ગયો છે વેરવિખેર.


Posted

in

,

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *