એ રમતની મજા કંઈ ઑર

એ રમતની મજા કંઈ ઑર જ્યાં હાર સાબિત છે
ઝઝૂમી રહ્યા તે પ્રત્યેક પળમાં જીત અગણિત છે
કરે છે ગુમાન એ શેના વર્ષાની મહેરની એટલી
દરેક વાદળીનું કારણ કોઈ નિર્જળા ત્રીજ છે
દુઃખ વહેંચવાનો વિચાર તમારો આમ ખોટો તો નથી
ભય છે કોઈ કહેશે, બસ? મારે આથીય અજીબ છે
સતત સ્મિત અધર પર ને જિંદગી ધ્યાનની ભૂખી, 
આંસુ છૂપાવવા ને સળગાવવું, આ તે કંઈ રીત છે
માન્યું મધપૂડાની ઝાકમઝોળ અંજાવી નાખે છે હસિત
રીંછ હોય તે જ જાણે પાછળ કેટલી ડંખતી ચીખ છે

Posted

in

,

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *