સમજાવી નહિ શકું, કહી દો સમયની માંગ છે ખાડો છે, એની ના નથી, આ મોટી છલાંગ છે
અંજામ બધાંય નરસા, નથી એ થોભવાનું કારણ જિંદગીના પથમાં રસ્તા ઓછા, ઝાઝાં વળાંક છે
વાયરાની વાતોમાં વાદળી ધોળી ભોળવાઈ ગઈ સ્વર્ગમાં પણ વરસતા વાદળ કાળાડિબાંગ છે
જીવનની ઘડિયાળ ઝડપથી ચાલી કંઇક એવી માનવું જ પડે, સુખ બહુ અસરકારક ભાંગ છે
જિંદગીભર પોતાને અનોખો ગણતો રહ્યો હસિત તસવીરકારની નજરમાં બધા આકાર સમાંગ છે
Leave a Reply