ઉતાવળ હો જ્યારે, બારણાં વખાય નહિ

ઉતાવળ હો જ્યારે બારણાં વખાય નહિ
લખવા બેસો તો ખરા, ત્યારે જ લખાય નહિ
રોકી તો શકાય હજી આતમને ડૂબતાં પણ
કાગળનાં વાદળથી હવે ભૂસકો મરાય નહિ
તન પણ સમાઈ જાશે એક માટીના ઘડલામાં
પણ આ ઉભરાઓ ઈચ્છાના શમ્યા શમાય નહિ
ઘોડિયે જ મુકાઇ હસિત, યમને કંકોત્રી
વણ નોતરે કેમ આવ્યા, વાંધો કઢાય નહિ

Posted

in

,

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *